અમારા વિષે

યુવા પ્રવૃત્તિઓ

રાજયના યુવક-યુવતીઓના સર્વાગી વિકાસ માટે અને તેમની શકિતઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા માટે નીચે મુજબની યુવા અને સાહસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

યુવા ઉત્‍સવ

યુવકો અને યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્‍કૃત્તિક ક્ષેત્રે પોતાની મૌલિક કૃતિઓ ઉત્કૃષ્‍ટ રીતે રજુ કરી શકે તે માટે તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજય અને રાષ્‍ટ્ર કક્ષાએ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૮૦.૯૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્‍પર્ધા

ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યુવકો અને યુવતીઓ માટે વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્‍પર્ધા એકાંતરે વર્ષે યોજવામાં આવે છે. જેમાં બહેનો માટે ૧૬ દરિયાઇ નોટીકલ માઇલ અને ભાઇઓ માટે ર૧ દરિયાઇ નોટીકલ માઇલની સ્‍પર્ધા યોજવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૫.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

આદિજાતિ મહોત્‍સવ

સન ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિવર્ષ રાજયકક્ષાના આદિજાતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજયના તથા પાડોશી રાજયો ગોવા, મહારાષ્‍ટ્ર અને રાજસ્થાન રાજયના આદિજાતિ મંડળીના ૭૦૦ જેટલા કલાકારો તેઓની પરંપરાગત કલા રજૂ કરે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

આપણી સરહદો ઓળખો

રાજયના શિક્ષિત, બીન શિક્ષિત યુવક-યુવતીઓ રાષ્‍ટ્રના સરહદી વિસ્તારના ખમીરવંતા લોકજીવનથી વાકેફ થાય તથા રાષ્‍ટ્રની સુરક્ષા કાર્યમાં જોડાય તેવા અભિગમ સાથે આપણી સરહદ ઓળખો નામનો સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે. ૨૦૧૬-૧૭ના વર્ષે આ માટે રૂા.૦૫.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સાહિત્ય શિબિર

રાજયના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્યના વિવિધ પ્રકારોનું માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મુલ્યાંકન ધ્‍વારા પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે સાહિત્ય શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં રપ યુવા સાહિત્યકારોને ભાગ લેવા બોલાવવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

વન વિસ્તાર પરીભ્રમણ

રાજયના યુવક-યુવતિઓને પ્રાકૃતિક પ્રેમ, નૈસર્ગિક દર્શન, વન્‍ય પશુ-પક્ષીઓ, વુક્ષો, પહાડો, ઝરણા, કોતરો વગેરેનો પ્રત્યક્ષ પરીચય મળી રહે તે માટે તથા વન્‍ય વિસ્‍તારના હસ્તઉદ્યોગો, કલા અને સંસ્કૃતિ વગેરેની જાણકારી મળી રહે તે હેતુથી વર્ષ ૧૯૯૦-૯૧ થી ૧૦ દિવસ માટે પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વર્ષ ર૦૧૦-૧૧ થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે અલગ-અલગ કાર્યક્રમ મળી ત્રણ કાર્યક્રમ થાય છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૦.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ

રાજયના-યુવક-યુવતિઓને સાગરકાંઠાના લોકોની સંસ્‍કૃતિનો પ્રત્યક્ષ પરિચય સાંપડે તેમજ સાગર સંપત્તિ, ઉદ્યોગોની માહિતી મળી રહે તેમજ સાગરલક્ષી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિ વર્ષ પસંદગી પામેલ ૧૦૦ યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસ માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારબાદ અલગથી વર્ષ-૨૦૧૦-૨૦૧૧ અનુસૂચિત જન જાતિ અને અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે આ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજાય છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૦.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

મહાજન સ્‍મારક સમુદ્ર હોડી સ્‍પર્ધા

સાગરખેડૂ કોમના સાહસિક યુવક-યુવતિઓને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાય રહે તે માટે પ્રતિવર્ષ આ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેનો સંપૂ્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૩.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સમુદ્ર તરણ શિબિર

રાજયના આશાસ્પદ તરવૈયાઓને સમુદ્ર તરણની તાલીમ આપી, તેઓ રાષ્‍ટ્રકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઇ શકે, તે હેતુથી પ્રતિવર્ષ અરબી સમુદ્રમાં તરણની તાલીમ આપવામાં આવે છે.૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાઃ(રાજયકક્ષા) તથા રાષ્ટ્રકક્ષા

ગિરનાર પર્વતના ૯૯૦૦ પગથિયાં પૈકી ભાઇઓ માટે પપ૦૦ પગથિયાં અને બહેનો માટે રર૦૦ પગથિયાં પર પ્રતિવર્ષે આરોહણ-અવરોહણની રાજય અને રાષ્‍ટ્રકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા૪૨.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

યુવક નેતૃત્વ તાલીમ શિબિર (જિલ્લાકક્ષા)

રાજયના યુવાનો અને યુવતિઓ તેમની શકિતઓને યોગ્‍ય માર્ગે વાળી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃતિઓ પાછળ યુવા શકિતનો વિકાસ થાય અને નેતૃત્‍વ શકિત વિકસે તે હેતુથી પ્રતિવર્ષે રાજયના તમામ જિલ્લા તમામ મહાનગરપાલિકા કક્ષાએ માં ૭ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૧૯૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. આ શિબિરમાં રપ તાલીમાર્થીઓ ભાગ લે છે.૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૭.૨૨ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

રાષ્‍ટ્રીય યુવા પારિતોષિક યોજના

રાષ્‍ટ્રનું યુવા જગત આદર્શપાત્ર પ્રવૃત્તિઓ કરી નવા ઉત્સાહ સાથે ઉતુંગ શિખરો સર કરી આવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્‍ઠત્તમ દેખાવ કરી પ્રશંસનીય કાર્ય કરે છે. જે પારિતોષિક માટે પસંદગી પામનાર વ્યકિતને સ્મૃતિપદક, માનપત્ર અને રૂા.૪૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્‍થાકીય એવોર્ડ મેળવનાર સંસ્થાને રૂા.૨,૦૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર, સ્મુતિપદક, માનપત્ર કેન્દ્ર સરકારશ્રી ધ્વારા એનાયત કરવામાં આવે છે.

રાજય યુવા પારિતોષિક યોજના

રાષ્‍ટ્રીય એકતા અને અખંડિતતાને મજબૂત કરવા તથા સામાજિક સેવાઓને લગતી પ્રવૃત્તિઓ પ્રત્‍યે રાજયના ૧પ થી ૩પ વર્ષની વયજૂથનો યુવા વર્ગ તથા યુવા સંગઠનોને ઉત્સાહભેર જોતરવા, રાષ્‍ટ્રીય વિકાસ, રાષ્‍ટ્રીય એકતા અને સામાજિક સેવાના ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્‍ઠ કામગીરીને બિરદાવવાના આશયથી આ પારિતોષિક માટે પસંદગી પામનાર વ્‍યકિતને સ્મુતિપદક, માનપત્ર અને રૂા.૧૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્‍થાકીય એવોર્ડ મેળવનાર સંસ્‍થાને રૂા.પ૦,૦૦૦/- રોકડ પુરસ્‍કાર, સ્મુતિપદક અને માનપત્ર એનાયત કરવામાં આવે છે.

આંતર રાજય પ્રવાસ

આપણા રાજયના યુવક-યુવતિઓ અન્‍ય રાજયના યુવક-યુવતિઓ સાથે વિચાર વિમર્શ કરે, જે તે રાજયના રીત-રીવાજો જાણે, જે તે પ્રદેશના ઐતિહાસિક, ભૌગોલિક સ્‍થળોના શૈક્ષણિક હેતુથી મુલાકાત લે, ત્‍યાંની સામાજીક, આર્થિક, રાજકિય વગેરે પરિસ્થિતિનો અભ્યાસ કરે, સાથે સાથે પોતાના રાજયની વિશિષ્‍ટતા અંગેનો ખ્યાલ આપે, આપણા રાજયનાં સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો યોજે અને તે રીતે તેઓમાં રાષ્‍ટ્રીય એકતાનો ભાવ અને ભાવનાને પ્રદાન મળે તે માટે પ્રતિવર્ષ આંતર રાજય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સંગીત શિબિર

પ્રતિવર્ષ યોજાતા રાજય યુવા ઉત્સવ સ્‍પર્ધામાં હળવું કંઠય સંગીત, સમૂહગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધાના વિજેતાઓ માટે ૭ દિવસ માટેની સંગીત શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં સંગીત ક્ષેત્રના તજજ્ઞ અને જાણીતા કલાકારોના માર્ગદર્શન હેઠળ નવોદિત કલાકારોને સંગીતનું સઘન પ્રશિક્ષણ તેમજ સંગીતના તાલ, લય, સુર ઇત્યાદીથી વાકેફ કરવામાં આવે છે.૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

નર્મદા શ્રમ સેવા શિબિર

નર્મદા પ્રોજેકટના રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના યુવક-યુવતિઓ આ નિર્માણ કાર્યમાં જોડાય તે માટે ૩૦૦ યુવક-યુવતિઓનો ૧૦ દિવસ માટેનો શ્રમ-સેવા શિબિર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પ્રતિવર્ષ યોજવામાં આવે છે. ૧૭-૧૮ના વર્ષે આ રૂા.૩.૦૦ લાખની માટે બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર

રાજયમાં કેળવણી પામેલા યુવક-યુવતિઓને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી, અર્ધ સરકારી કે બીન સરકારી સંસ્‍થાઓમાં સ્પર્ધાત્મક, લેખિત તેમજ મૌખિક કસોટીઓ માટે ઉપસ્થિત રહેવું પડે છે. આ યુવક-યુવતિઓ આત્મવિશ્વાસ સાથે નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન આપવા માટેની ઇન્ટરવ્યુ તાલીમ શિબિરો ૧૯૮પ-૧૯૮૬ના વર્ષથી પ્રતિવર્ષ ત્રણ પ્રદેશ કક્ષાએ ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૦૧ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

યોગાશન શિબિર(જિલ્લાકક્ષા)

માનવીના શારિરીક, માનસિક અને આધ્‍યાત્મિક વિકાસમાં યોગનું આદિકાળથી વિશિષ્‍ટ પ્રદાન છે. યોગાશનથી વ્‍યકિતઓનો સર્વાગી વિકાસ થાય, તેમનામાં રોગ પ્રતિકારક શકિતઓનો ઉદ્દભવ થાય, તેઓ નિરોગી જીવન જીવી શકે વળી શિબિરમાં જુદા-જુદા વિસ્‍તારના યુવાનો એક થવાથી તેમનામાં માતૃભાવના, રાષ્‍ટ્રીય એકતાની ભાવના જાગૃત થાય, આવા ઉમદા હેતુથી પ્રતિવર્ષે રાજયના તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૭ દિવસ માટેની આવી શિબિરો ૧૯૯૦-૧૯૯૧ના વર્ષથી યોજવામાં આવે છે. પ્રત્યેક શિબિરમાં રપ યુવકોને યોગ નિષ્‍ણાંત યોગાચાર્ય ધ્‍વારા તાલીમ આપવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૭.૨૨ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સાહસ,શૌર્ય,સેવા,તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ

ગુજરાતની પ્રજા વિરતાભર્યા અને સાહસિક કાર્ય તથા સેવાના કાર્ય પ્રત્યે અભિમુખ બને તથા જીવનમાં વિવિધ ક્ષેત્રે જીવ સટોસટના પરાક્રમો કરવા પ્રેરાય, કોઇ આફત સામે કોઇપણ પ્રકારના બદલાની ભાવના સિવાય સેવા અને મદદ કરવા પ્રેરાય તે હેતુથી આ યોજના મંજુર કરવામાં આવેલ છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૪.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

ખાસ યુવા કાર્યક્રમ

કોઇ પણ યુવક-યુવતિ સાહસિક પ્રવાસ સાયકલ અથવા પગપાળા કરી અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવે ત્યારે તેને થયેલ ખર્ચ પેટે માંગ્‍ણીના અનુસંધાને રકમ આપવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

આદિજાતિ યુવક-યુવતિ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

અનુસૂચિત જન જાતિની વધુ વસ્તી ધરાવતાં રાજયના ૧૭ જિલ્લાઓમાં માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે રાજય સરકારે સાત દિવસના વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરોનું આયોજન કર્યુ છે. જેમાં પસંદ થયેલ પ૦ યુવક-યુવતિઓને વ્‍યકિત વિકાસની તાલીમ તેમજ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ આપવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૩.૬૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

આદિજાતિના તથા અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ, કોર્ષઃ

૧૪ થી ૩પ વર્ષના ૧૦૦ યુવક-યુવતિઓ માટે ૧૦ દિવસનો ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ પર્વતારોહણ તાલીમ સંસ્‍થા, માઉન્ટઆબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે બે જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૬.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

આદિજાતિના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચર તાલીમ કોર્ષ

આદિજાતિના ૮ થી ૧૩ વર્ષના ૧૦૦ બાળકો માટે ૭ દિવસનો ખડક ચઢાણ એડવેન્ચર કોર્ષ પર્વતારોહણ તાલીમ સંસ્‍થા, માઉન્ટઆબુ / જુનાગઢ કેન્દ્ર ખાતે યોજવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૫૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

સાગરખેડૂ સાયકલ રેલી

સાગરખેડૂ સર્વાગી વિકાસ યોજનામાં સમાવેશ કરેલ રાજયના સાગરખેડૂ યુવાનોની શકિતને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા, રાષ્ટ્રીય નિર્માણના કાર્યોમાં ઉપયોગી બનાવવા, સાહસિકતા અને ખડતલપણું કેળવાય, સહકાર અને સંઘ ભાવના વિકસે અને તેઓના સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય, રાષ્‍ટ્રીય એકતાની ભાવના વિકસે અને તે ધ્‍વારા રાષ્‍ટ્રીય ઘડતરના કાર્યમાં દેશના નાગરિક તરીકે ફાળો આપે ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૧૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર

રાજયના તમામ જિલ્લાઓના અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના પસંદગી પામેલ પ૦ યુવક-યુવતિઓ માટે ૭ દિવસ માટેનો વ્યકિતત્‍વ વિકાસ અને શારિરીક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગાસન તાલીમ શિબિરો યોજવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૪૧.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

બાળકો માટે એડવેન્‍ચર કોર્ષ

રાજયના ૮ થી ૧૩ વર્ષના સામાન્‍ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના બાળકોમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તે હેતુથી ૧૦૦ બાળકોનો એક એવા અલગ-અલગ ત્રણ એડવેન્‍ચર કોર્ષનું આયોજન કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૯.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

વિવેકાનંદ મંડળોને સંગીન બનાવવા

રાજયના તમામ જિલ્લાઓના તથા મહાનગરપાલિકાઓના સ્વામી વિવેકાનંદ યુવા મંડળો તથા મહિલા મંડળોના પ્રમુખ/મંત્રીશ્રીઓને નિમંત્રણ આપવામાં આવે છે. રાજયકક્ષાનો સેમીનાર તથા તાલુકા,જિલ્લા મહાનગરપાલિકા કક્ષાએ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨.૬૦.૬૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

ઇન્ટર સ્ટેટ યુથ એકક્ષેચેન્જ પ્રોગ્રામ યુવક-યુવતીઓ માટે તથા એક પ્રોગ્રામ મહિલાઓ માટે

ઇન્ટર સ્ટેટ યુથ એકક્ષેચેન્જ પ્રોગ્રામ યોજવા માટેની આ યોજના અન્વયે એક રાજયમાંથી બીજા રાજયના યુવાનોનો પરીચય થાય તેમની સંસ્કૃતિ-રહેણીકરણી, વિચાર વિમર્શ,લાઇફ સ્ટાઇલ ,શિક્ષણ, રોજગારી વિગેરે માટે એક રાજયથી બીજા રાજયના યુવાનો માટે ઇન્ટર સ્ટેટ યુથ એકક્ષેચેન્જ પ્રોગ્રામ કરવો જરૂરી હોઇ છે. રાષ્ટ્ર યુવા ઉત્સવ તેમજ રાષ્ટ્રકક્ષાએ યોજતા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે આ યુવાનો જોડાય તે ધ્યાનમાં લઇને આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ૨૦૧૭-૧૮ના વર્ષે આ માટે રૂા.૨૦.૦૦ લાખની બે પ્રોગ્રામ માટે બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

યુથ આર્ટ અને કલ્ચરને લગતા લેકચર સીરીઝ તથા શિબિરો ગોઠવવા

યુથ, આર્ટ અને કલ્ચરની પ્રવૃત્તિઓ અંગેના પાયાના જ્ઞાનથી યુવાનો અજાણ હોય છે. ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાનોને ઉપરોકત જ્ઞાનથી અવગત કરવા માટે યુથ, આર્ટ અને કલ્ચરના વિષય નિષ્ણાંત ધ્વારા લેકચરો તથા શિબિરો ગોઠવવામાં આવે છે.આ ઉપરાંત સ્પોર્ટસ યુનિવર્સિટી, આઇ.આઇ.એમ.,એન.એસ.ડી. તેમજ નિફટ-એન.આઇ.એફ.ટી. ધ્વાર માંગણી થયેથી જુદાજુદા વિષયને લગતા લેકચરો ગોઠવવામાં આવે છે. ૨૦૧૭-૧૮ના વર્ષે રૂા.૧૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

પ્રી નેશનલ યુથ ફેસ્ટીવલ ટ્રેનીંગ કેમ્પ

રાજયકક્ષાએ યોજાતા યુવા ઉત્સવના કેટલીક આઇટમના વિજેતા કલાકારોઓને રાષ્ટ્રકક્ષાએ યોજાતા યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. આ વિજેતા કલાકારો રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વધુ સારૂ પ્રદર્શન કરી શકે તેમજ ગુજરાતનું સુંદર રીતે પ્રતિનિધિત્વ કરી શકે તે આશયથી ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા રાજય યુવા ઉત્સવના વિજેતા યુવક-યુવતીઓ માટે પ્રિ-નેશનલ યુથ ફેસ્ટીવલ ટ્રેનીંગ કેમ્પ યોજવામાં છે. ૨૦૧૭-૧૮ના વર્ષે રૂા.૧૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે.

Back to Top