અમારા વિષે

રમતગમત સ્પર્ધાઓ

પતંજલિ યોગ સ્પર્ધા

યોગાસનથી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી જિલ્લા અને રાજ્ય કક્ષાએ પતંજલિ યોગ સ્પર્ધાની યોજના ૨૦૦૨થી અમલમાં છે. ચાલુ વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ પતંજલિ યોગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. . રૂ. ૯.૦૦ લાખ ની જોગવાઇ છે.

વિકલાંગ ખેલાડીઓ માટે સ્પર્ધા

વિકલાંગ ખેલાડીઓ માટે ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ અને સ્થાનિક રાજ્યસ્તરની વોલીબોલ સ્પર્ધા સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્ય કક્ષાએ વિકલાંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

તાલુકા અને જીલ્લાકક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન

રમતોત્સવ, ગ્રામીણ રમતોત્સવ, મહીલા સ્પર્ધાઓના તાલુકા તથા જીલ્લાકક્ષાએ સંચાલન તથા મેદાન સાધન, ભોજન, પ્રવાસ, શિબિર ઇત્યાદી ખર્ચ માટે જોગવાઇ કરવામાં આવે છે. રૂ. ૭૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

શાળાકીય રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (૨૨ રમતો)

અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ આયોજીત શાળાકીય રમતો ની જુદા જુદા ગ્રુપની રાજ્યકક્ષા અને જીલ્લાકક્ષાએ સ્પર્ધા યોજવામાં આવે છે.કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ જેવી રમતો વોર્ડ કે તાલુકાકક્ષાએ પણ યોજવામાં આવે છે. રૂ. ૮૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

બાળ રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા (૧૮ રમતો)

અખિલ ભારત બાળ રમત મહામંડળ યોજીત બાળ રમતો ની જુદાજુદા ગ્રુપની રાજ્યકક્ષા અને જીલ્લાકક્ષાએ સ્પર્ધા યોજ્વમાં આવે છે. કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ જેવી રમતો વોર્ડ કે તાલુકાકક્ષાએ પણ યોજવામાં આવે છે. રૂ. ૫૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

રાજ્યકક્ષાનું મહિલા રમતોત્સવ

જીલ્લા તથા રાજ્યકક્ષાએ મહિલાઓ માટેની ૧૨ રમતોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લા અને રાજ્ય કક્ષાએ મહિલા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. રૂ. ૧૯.૦૦ લાખ ની જોગવાઇ છે.

ગ્રામીણ રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધા

ગ્રામીણ રમતોત્સવ રાજ્યકક્ષાની સ્પર્ધામાં હોકી, ફુટબોલ,આર્ચરી, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ , કુસ્તી, વેઇટલીફટીંગ, ટગ ઓફ વોર રમતોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગ્રામીણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. . રૂ. ૨૭.૦૦ લાખ ની જોગવાઇ છે.

જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી ભાઇઓની રાજ્યકક્ષાની સ્પર્ધા

જવાહરલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી ધ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

શાળાકીય જીમ્નાસ્ટીક અં-૧૭ જીલ્લા રાજ્યકક્ષાની સ્પર્ધા

શાળાકીય જીમ્નાસ્ટીક અં-૧૭ જીલ્લા રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.. રૂ. ૩.૫૦ લાખ ની જોગવાઇ છે.

શાળાકીય જુડો અં-૧૭ જીલ્લા રાજ્યકક્ષાની સ્પર્ધા

શાળાકીય જુડો અં-૧૭ જીલ્લા રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.. રૂ. ૩.૫૦ લાખ ની જોગવાઇ છે.

શાળાકીય વીનુ માંકડ ક્રિકેટ (રાજ્યકક્ષાની પંસદગી સ્પર્ધા)

શાળાકીય વીનુ માંકડ ક્રિકેટ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.. રૂ. ૧.૦૦ લાખ ની જોગવાઇ છે.

જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધા

જવાહરલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી ધ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

જવાહરલાલ નહેરૂ સબ જુનિયર હોકી ભાઇઓ અં-૧૫ સ્પર્ધા

જવાહરલાલ નહેરૂ હોકી ટુર્નામેન્ટ સોસાયટી ધ્વારા આયોજીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અં-૧૪ સ્પર્ધા

સુબ્રટો મુકરજી સ્પોર્ટસ એજયુકેશન સોસાયટી નવી દિલ્હી ધ્વારા આયોજીત રાષ્ટ્રક્ક્ષાની સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અં-૧૪ વર્ષથી નીચેની વયના ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રૂ. ૪.૦૦ લાખ ની જોગવાઇ છે.

સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અં-૧૭ સ્પર્ધા

સુબ્રટો મુકરજી સ્પોર્ટસ એજયુકેશન સોસાયટી નવી દિલ્હી ધ્વારા આયોજીત રાષ્ટ્રક્ક્ષાની સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અં-૧૭ વર્ષથી નીચેની વયના ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

એસ.જી.એફ.આઇ દ્વારા યોજાતી નવી (૧૫૨) રમતો

સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી ધ્વરા યોજાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓના વય જૂથ મુજબની અગાઉ ન યોજવામાં આવતી સ્પર્ધાઓ સને ૨૦૧૦- ૧૧ થી યોજવામાં આવે છે. જેમાં તાલુકા કક્ષાની અં-૧૭ ની જ રમતોનું આયોજન કરવામાં આવે છે. અં-૧૪ની ૧૯ -અં-૧૭ ની કૂલ- ૪૦ રમતો તેમજ અં-૧૯ ની કૂલ-૮૯ રમતો મળી ૧૫૨ રમતોનું આયોજન જીલ્લા તેમજ રાજ્યકક્ષાએ કરવામાં આવે છે. આ રમતોમાં રાજ્યકક્ષાએ વિજેતા ટીમ એસ.જી.એફ.આઇ ધ્વરા નેશનલ કક્ષાએ મોક્લવામાં આવે છે. રૂ. ૩૩૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

Back to Top