અમારા વિષે

રમતગમત પ્રવૃત્તિઓ

એકલવ્ય સિનિયર એવોર્ડ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય ફેડરેશન દ્રારા યોજાતી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને રૂ. એક લાખ અને એવોર્ડ આપવામાં આવે છે. રૂ. ૧૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

સરદાર પટેલ સિનિયર એવોર્ડ

રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૧૦૦ ગુણ મેળવે તેમને રૂ. ૫૦,૦૦૦/- અને એવોર્ડ આપવામાં આવે છે. રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

જયદિપસિંહજી સિનિયર એવોર્ડ

રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૧૦૦ ગુણ મેળવે તેમને રૂ. ૨૦,૦૦૦/- અને એવોર્ડ આપવામાં આવે છે. . રૂ. ૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

એકલવ્ય જુનિયર એવોર્ડ

આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્ય ફેડરેશન દ્રારા યોજાતી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને રૂ.૫૦,૦૦૦ અને એવોર્ડ આપવામાં આવે છે. . રૂ. ૧૦.૫૦ લાખ ની જોગવાઇ છે.

સરદાર પટેલ જુનિયર એવોર્ડ

રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૧૦૦ ગુણ મેળવે તેમને રૂ. ૨૫,૦૦૦/- અને એવોર્ડ આપવામાં આવે છે. . રૂ.૨૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

જયદિપસિંહજી જુનિયર એવોર્ડ

રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ખુલ્લા વિભાગની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ કે જેઓ યોજના અનુસાર ૧૦૦ ગુણ મેળવે તેમને રૂ. ૧૦,૦૦૦/- અને એવોર્ડ આપવામાં આવે છે. . રૂ. ૧૬.૦૦ લાખ ની જોગવાઇ છે.

રાજ્ય રમતવીર એવોર્ડ

રાષ્ટ્રકક્ષાની શાળાકીય રમતોત્સવ, બાળ રમતોત્સવ, ગ્રામીણ રમતોત્સવ, જેવી સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ પ્રથમ, દ્વિતીય કે તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને રૂ.૪૫૦૦/- નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. રૂ. ૧૪.૦૦ લાખ ની જોગવાઇ છે.

નિવૃત રમતવીરોને પેન્શન

એવા ખેલાડીઓ કે જેઓની ઉંમર ૫૦ વર્ષ કરતા વધુ હોય, જેની માસિક આવક રૂ.૨૫૦૦/- થી ઓછી હોય, જેઓએ રાષ્ટ્રકક્ષાએ સિધ્ધિ મેળવી હોય કે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા નિવૃત રમતવીરોને માસીક રૂ.૩૦૦૦/- લેખે આજીવન પેન્શન આપવાની યોજના અમલમાં છે. . રૂ. ૯૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને આર્થિક સહાય

આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેવા જતાં રાજ્યના ખેલાડીઓને આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત કેટલાક નિયમોને આધિન, હવાઇ મુસાફરી ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૭૫૦૦૦/- એ બંનેમાથી જે ઓછું હોય તે ઉપરાંત લોજીંગ, બૉર્ડિંગ અને કીટ માટે થયેક ખર્ચના ૫૦ ટકા રકમ અથવા રૂ.૭૫૦૦૦/- એ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ આમ રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં ચુકવવામાં આવે છે. . રૂ. ૧૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

શિષ્યવૃત્તિ અને વૃતિકા

  • શાળાકીય રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડી ને રૂ.૨૦૦૦/- ની વૃતિકા આપવામાં આવે છે.
  • એન.આઇ.એસ. ડિપ્લોમાં વિદ્યાર્થીને રૂ.૫૦૦૦/- વૃતિકા આપવામાં આવે છે.
  • રાષ્ટ્રકક્ષાએ શાળાકીય, બાળ, ગ્રામીણ તથા મહિલા રમતોત્સવમાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય નંબરે વિજેતા થનાર ખેલાડીઓને રૂ.૨૫૦૦/- લેખે વાર્ષિક શિષ્યવૃતિ આપવામાં આવે છે. . રૂ. ૧૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

તાલુકા કક્ષાએ જીમ સેન્ટર ઉભા કરવા

રાજ્ય ના પ્રત્યેક જીલ્લા તાલુકા ના મુખ્ય મથકે તાલુકા કક્ષાએ જીમ સેન્ટર ઉભા કરવાની યોજના અમલ માં છે. જે માટે રૂ.૮૦૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

વ્યાયામ શાળાઓને અનુદાન

વ્યાયામશાળાઓ અન્વયે જે સંસ્થા/વ્યાયામશાળા તરીકે બંધારણીય રીતે સ્થાપિત થયેલ હોય અથવા નોંધાયેલ હોય તથા (૧) યોગ (૨) જિમ્નાસ્ટિક (૩) કુસ્તી (૪) બોડી બોડીબીલ્ડીંગ (૫) વેઇટ લીફટીંગ ) જુડો પ્રવૃતિઓમાંથી વાર્ષિક રૂપિયા એક લાખ કે માન્ય ખર્ચના ૮૦ ટકા (બે માંથી જે ઓછું હોય તે) અનુસાર આપવા અંગે યોજના અમલમાં છે. . રૂ. ૩૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

માન્ય રમત મંડળો ને અનુદાન

માન્ય રમત મંડળો બંધારણીય રીતે સ્થાપિત થયેલ હોય અથવા નોંધાયેલ હોય તેવા માન્ય રમત મંડળો ને અનુદાન અંગે યોજના અમલમાં છે. . રૂ. ૧૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

ખાસ કિસ્સામાં મંજુરા થાય તે સહાય

ખાસ કિસ્સામાં જે વિભાગ દ્વારા મંજુર થાય તે અંગે રૂ. ૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

માન્ય રમત મંડળો ને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા યોજવા આર્થિક સહાય

માન્ય રમત મંડળો બંધારણીય રીતે સ્થાપિત થયેલ હોય અથવા નોંધાયેલ હોય તેવા માન્ય રમત મંડળો દ્વારા રાષ્ટ્ર્કક્ષા ની સ્પર્ધા યોજવા માટે આર્થિક સહાય અંગે યોજના અમલમાં છે. . રૂ. ૫.૦૦ લાખ ની જોગવાઇ છે.

ઇજાગ્રસ્ત ખેલાડીઓને આર્થિક સહાય

ગ્રામ્ય થી રાજ્ય સ્તર ની રમતો માં ભાગ લેવા દર્મ્યાન ખેલાડીઓને ઇજા થતાં તેમને આર્થિકસહાય ની યોજના છે. રૂ. ૧૦.૦૦ લાખ ની જોગવાઇ છે.

Back to Top