About Us

Introduction

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ , ગુજરાત રાજય ખાતાની કચેરી ૧૯૭૧ થી અસ્તિત્વમાં આવી છે. ખાતાની સમગ્ર દેખરેખ માટે કમિશ્નરશ્રી, યુવક પ્રવૃત્તિઓ માટે યુવક બોર્ડ અધિકારીશ્રી, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ માટે ખાસ ફરજ પરના અધિકારીશ્રી, સાહસ પ્રવૃત્તિઓ માટે સહાયક નિયામકશ્રી (સાહસ), રમત-ગમત પ્રવૃત્તિઓ માટે સચિવ (રાજય રમત-ગમત પરિષદ), હિસાબી બાબતો માટે હિસાબી અધિકારીશ્રી, હિસાબ/ઓડીટ અને વહીવટી કામગીરી માટે વહીવટી અધિકારીશ્રી, પ્રચાર, પ્રકાશન માટે પ્રચાર અધિકારીશ્રી એમ જુદા જુદા અધિકારીશ્રીઓ ખાતાના વડાની કચેરીમાં કામગીરી બજાવે છે.

આ ખાતા હેઠળની જિલ્લાની કચેરીઓમાં સાહસની પર્વતારોહણની પ્રવૃત્તિઓ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા-માઉન્ટ આબુ (રાજસ્થાન) અને પંડિત દિનદયાલ ઉપાઘ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, ગિરનાર-જુનાગઢ અને યુવક પ્રવૃત્તિઓ અને રમત-ગમત પ્રવૃત્તિઓ માટે તમામ જિલ્લાઓની જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીઓ, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ માટે જયશંકર સુંદરી નાટયગળહ-અમદાવાદ, યશવંતરાય નાટયગૃહ-ભાવનગર અને સરકારી નાટયગૃહ-વિસનગર ખાતે કાર્યરત છે.

આ ઉપરાંત તાબાની સ્વાયત સંસ્થાઓ જેવી કે, રાજય યુવક બોર્ડની યુવક પ્રવૃત્તિઓ , યુથ બોર્ડ શાખા તેમજ રાજય રમત-ગમત પરિષદની પ્રવૃત્તિઓ માટે રમત-ગમત શાખા ધ્‍વારા તમામ જિલ્લાઓની જિલ્લા રમત-ગમત અધિકારીઓની કચેરીઓ કાર્યરત છે. સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ માટે સ્વાયત સંગીત નાટક અકાદમી-ગાંધીનગર, ગુજરાત રાજય સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોગ્યતા પ્રમાણપત્ર બોર્ડ-ગાંધીનગર અને લલિતકલાની પ્રવૃત્તિઓ માટે સ્વાયત ગુજરાત રાજય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલા ભવન-અમદાવાદ ખાતે કચેરીઓ કાર્યરત છે.

Back to Top