અમારા વિષે

સાંસ્કૃતિક સંબંધિત પ્રવૃત્તિઓ

ઉત્તરાર્ધ ઉત્સવ

સને ૧૯૯૨ થી સૂર્યમંદિર મોઢેરા ખાતે ઉત્તરાયણ પછી આવતા શુક્રવાર,શનીવાર અને રવિવારે દર વર્ષે ઉતરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા શાસ્ત્રીય નૃત્યકારોને આમંત્રણ આપવામાં આવે છે. રાજ્યના તથા રાજયબહારના નૃત્યક્ષેત્ર કથ્થક,ઓડિસી, મણિપુરી, ભરતનાટ્ટ્યમ, કુચીપુડી વગેરે પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય ઉતરાર્ધ અંતર્ગત મોઢેરા સુર્યમંદિર તથા અન્ય ત્રણ સ્થળોએ અન્ય પશ્ચિમક્ષેત્ર સાંસ્કૃતિક કલા કેન્દ્ર ઉદેપુરના સંયુકત ઉપક્રમે ઉતરાયણ પછીની પહેલા અઠવાડિયામાં આ ઉત્ત્સવ ઉજવવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીંય વર્ષે રૂ.૩૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

થિયેટર ફેસ્ટીવલ

૨૭મી માર્ચ વિશ્વ રંગભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. નાટ્ય કલા પ્રવૃતિઓનું જતન, વિકાસ તેમજ નાટ્ય ક્ષેત્રે અભિરૂચી કેળવાય, પરંપરાગત નાટ્ય કલા ક્ષેત્રે વધુને વધુ કલાકારો ભાગ લેતા થાય તે હેતુથી આંતરારાષ્ટ્રીય કક્ષાએ ૨૭મી માર્ચે વિશ્વ રંગભૂમિ દિન અંતર્ગત ચાલુ વર્ષમાં સંગીત નાટક અકાદમી દ્વારા તા. ૨૧ થી ૨૭ માર્ચ દરમિયાન જયસંકર સુંદરી નાટ્ય મહોત્સવ યોજવામાં આવે છે. જેમાં રોજેરોજ અલગ અલગ નાટકો રજુ કરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

કલાસીકલ મ્યુઝીક ફેસ્ટીવલ

રાજયમાં સ્થાનિક સંસ્થાઓના સહયોગથી વિવિધ વાધો જેવાકે તબલા, સારંગી, હાર્મોનિયમ, બાસુરીવાદકના વાધકારો/ગાયકોના કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રસિદ્ધ કલાકારોની કલા રાજયના નાગરિકો માણી શકે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સમરસતા દિન

ર્ડા. બાબાસાહેબ આંબેડકરના જ્ન્મદિને એક અઠવાડિયા માટે રાજ્યમાં ર્ડા. આંબેડકરની વિચારધારાને અનુરૂપ સમાજમાં એકસ્રખી સામાજીક વિચારધારા જળવાય તે પ્રમાણે સાંસકૃતિક કાર્યક્રમો જેવાકે લોક ડાયરો, નાટકો તેમજ સંગીતના કાર્યક્રમો જિલ્લા મથકોએ યોજી ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન માટે દરેક જિલ્લાને રૂ.૨૦,૦૦૦/- પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૧૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

નેશનલ ડે સેલીબ્રેશન

પ્રતિવર્ષ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિન અને ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાકદિન તથા ૧લી મે ગુજરાત સ્થાપના દિન પ્રસંગે રોજ વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૨૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ચિલ્ડ્રન એકટીવીટીઝ

બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળકોને કલાની વ્યવસ્થિત તાલીમ મળે તે હેતુથી બાળ મહોત્સવ, તાલીમ, શિબિર, બાળ જાગ્રુતિ મહોત્સવ જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

વસંતોત્સવ કાર્યક્રમ

ગુજરાત રાજ્ય સંસ્કૃતિકુંજ પ્રતિષ્ઠાનના ઉપક્રમે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સહયોગથી સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. જેમાં વિવિધ રાજયોના વિવિધ લોક નૃત્યો તથા ભાતીગળ કલાઓનું પ્રદર્શન યોજવામાં આવે છે. ૧૦ દિવસના ઉત્સવમાં સમગ્ર દેશમાથી વિવિધ લોક નૃત્યો યોજવામાં આવે છે. આ ઉપરાંત રોજેરોજ ગરબા-રાસના ગૃપો દ્વારા કાર્યક્રમ રજુ કરવામાં આવે છે. વસંતોત્સવ દરમિયાન ૧૫૦ જેટલા ક્રાફ્ટ બજારના સ્ટોલ ઉભા કરી ગુજરાત તથા દેશના અન્ય રાજયોના હસ્તકલા કારીગરોને નિમંત્રણ પાઠવી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવે છે. આ મહોત્સવને દોઢ થી બે લાખ જેટલા લોકો મુલાકાત લઈ કાર્યક્રમને માણે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૬૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય બહાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા બાબત

રાજયના સાંસ્કૃતિક કલા વારસાથી અન્ય પ્રજા વાકેફ થાય તથા રાજ્યમાં કલા પ્રવૃતિને ઉત્તેજન મળે તે હેતુ થી અન્ય રાજયોમાં કલાવૃંદોને મોકલી પરંપરાગત કલાવારસાની પ્રસ્તુતી કરી ઝાંખી કરાવવામાં આવે છે. ગરબા-રાસ, લોકનૃત્યની સંસ્થાને રાજ્ય બહાર કાર્યક્રમ રજુ કરવા મોકલવામાં આવે છે. આ મહોત્સવ માટે સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

લોક ડાયરા

સોરાષ્ટ્રની પરંપરાગત કલા, લોકડાયરા, પ્રસાર-પ્રચાર હેતુ રાજ્યનાં તમામ જિલ્લાઓમાં તથા મહાનગરપાલિકા વિસ્તારમાં લોકકલાના પ્રમુખ અંગ એવા લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૩૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

રાજયમાં જિલ્લા/પ્રદેશ રાજ્યકક્ષાએ બાળ પ્રતિભા સ્પર્ધા

ગુજરાતી સંસ્કૃતિ/કલાનો પાયો મજબુત બનાવવા હેતુથી રાજયના ૭ થી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે સાહિત્ય કલા અને સાંસ્કૃતિક વિભાગની કુલ ૨૦ આઇટમોની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, લોકવાર્તા, દોહા-છંદ ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકગીત ભજન સમુહ ગીત અને લોકનૃત્ય જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ સ્પર્ધા જિલ્લાકક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજયકક્ષાએ યોજવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૩૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ઉમંગ ઉત્સવ

વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કક્ષા તથા રાજ્યકક્ષાના કાર્યક્રમ અને તાલીમ શિબિર જિલ્લા મથકોએ યોજવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૧૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

વ્યવસાયી નાટ્ય મંડળીઓને સહાય

વ્યવસાયી રંગભુમીની નાટ્યમંડળીઓને પ્રોત્સાહન આપવાની યોજના છે. જેમાં મંડળીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી કાર્યરત હોવી જોઈએ. આ યોજનાનો લાભ ગામે ગામ ફરીને નાટકો કરતી ખાડાની કંપનીઓ તરીકે ઓળખાતી નાટ્યકંપનીઓને જ મળવા પાત્ર છે. એક મંડળીને રૂ ૧.૦૦ લાખની સહાય આપવામાં આવે છે. આવી મંડળીને પાંચ વર્ષે એક વાર જ યોજનાનો લાભ મળે છે. દરવર્ષે પાંચ વ્યવસાયી રંગભુમીની નાટ્યમંડળીઓને પ્રોત્સાહન રૂપે રૂ. ૧.૦૦ લાખ પ્રમાણે રૂ. ૫.૦૦ લાખની સહાય આપવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૮.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધી સ્મારક પોરબંદર

ગાંધી સ્મારક પોરબંદર ખાતે ગ્રંથાલય/સંગ્રહાલય માટે સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૨૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સાગરખેડુ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

સાગરખેડુ યુવાનોની શક્તિને સર્જનાત્મક માર્ગે વાળવા, રાષ્ટ્રીય નિર્માણના કાર્યોમાં ઉપયોગી બનાવવાના આશયથી સાગરખેડુ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ

રાષ્ટ્રીય પર્વ/કાર્યક્રમ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૧૪૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના અંધ અને બહેરા/મુંગા વિધાર્થીઓ માટે સંગીત નૃત્ય તાલીમ શિબિર

સ્વર્ણીમ ગુજરાતના અનુસંધાને ગુજરાત રાજ્યના બહેરા/મુંગા અને અંધ યુવક યુવતીઓ માટે તેમનામાં રહેલ સુશ્રુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેઓને પરંપરાગત રાજ્યની સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે કાર્યક્રમ રજુ કરવાની તક મળે તે હેતુથી રાજયના બહેરામુંગા અને અંધજનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા સંબંધિત સંસ્થાઓને દરવર્ષે રૂ. ૧.૦૦ લાખની મર્યાદામાં બહેરા મુંગાની સંસ્થાઓ માટે રૂ. ૧૦.૦૦ લાખ અને અંધજનોની સંસ્થાઓ માટે રૂ. ૧૦.૦૦ લાખ એમ કુલ ૨૦.૦૦ સહાય આપવામાં અંગેની યોજના. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૨૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સોમનાથ ઉત્સવ

રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા યોજાતી સાંસ્કૃતિક પ્રવૃતિઓ મોટાપાયે લોક્ભોગ્ય બનાવી શકાય તે માટે સોમનાથ ઉત્સવ ઉજવવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

દ્વારકા/ડાકોર ઉત્સવ

દ્વારકા ખાતેના મહોત્સવ માટે રૂ. ૫૦.૦૦ લાખ તથા ડાકોર ખાતેના મહોત્સવ માટે રૂ. ૩૦.લાખ. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૮૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય મહત્વ પ્રસંગે રાજય બહાર/વિદેશમાં તથા રાજ્ય અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા બાબત

ગુજરાતના સાસંકૃતિક વારસાને બહોળી પ્રસિદ્ધી મળે તેમજ રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે તથા અન્ય રાજયોની જનતા ગુજરાતની સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે ગુજરાતમાં જ નહી બલ્કે ગુજરાત રાજ્યની બહારના દેશના અન્ય રાજ્યોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા જરૂરી છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ

ભારતીય સંસ્કૃતિમાં પિતૃ શ્રાદ્ધ માટે બિહારમાં આવેલ ગયાજી અને માતૃ શ્રાદ્ધ માટે ગુજરાતમાં આવેલ સિદ્ધપુરનો ભારે મહિમા છે. આ બન્ને સ્થળો ભારતમાં ખ્યાતનામ છે. સિદ્ધપુરમાં આવેલ સરસ્વતે નદી પર આવેલ બિંદુ સરોવરને કાંઠે જો કોઇ માતૃ શ્રાદ્ધ કરે તેની માતાનો મોક્ષ થાય છે તેવી શ્રધ્ધા પ્રવર્તે છે. આ કારણે ભારતભરમાંથી લોકો અહીં માતૃ શ્રાદ્ધ કરવા આવે છે. કાર્તિક સુદ નોમ થી ત્રણ દિવસનો લોક મેળો યોજાય છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

રાજયના બહુરૂપી નટબજાણિયા અને ભવાઈ સમુદાયોના સર્વાંગી વિકાસ માટેની યોજના

બહુરૂપી નટબજાણિયા (દોરડા પર ચાલતા કલાકારો) ભવાઇ ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહિત કરવા સહાય આપવા અંગેની યોજના અમલમાં છે. જેમાં બહુરૂપી કલાકારોને કાર્યક્રમ દીઠ રૂ. ૩૦૦૦/- તેમજ નતબજાણિયા કલાકારોને કાર્યક્રમ દીઠ રૂ. ૨૧૦૦/- અને ભવાઈ ક્ષેત્રના કલાકારોને કાર્યક્રમ દીઠ રૂ. ૨૦,૦૦૦/- સહાય આપવા તેમજ રાજયમાં અને રાજય બહાર કાર્યક્રમો રજુ કરવા સહાય આપવાની જોગવાઈ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૩૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં શનિ-રવી દરમિયાન મુખ્ય સ્થળૉએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા બાબત

રાજયના મુખ્ય મથકોએ પ્રવાસીઓ તેમજ કલાપ્રિય મહાનુભાવો/કલાકારોને કાયમી ધોરણે વિવિધ પ્રકારના શાસ્ત્રીય,સંગીત, નૃત્ય, નાટક, રાસ ગરબા તથા લોક ભવાઈ વગેરે કાર્ય્ક્રમો કાયમી ધોરણે યોજવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

મહાનુભાવોની જન્મ શતાબ્દીની ઉજવણી

પ્રસ્તુત સદરે રાજ્ય સરકાર જાહેર કરે તે મહાનુભાવોની જન્મ શતાબ્દીની ઉજવણીની બાબતો માટે આયોજન સદરે હેઠળ સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ. ૨૫.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

વસંતોત્સવ દરમિયાન આદિજાતિના કલાકારો માટે કાર્યક્રમ

આદિજાતિ કલાવ્રુંદોને રાજ્યકક્ષાના કાર્યક્રમમા બોલાવી આદિજાતિ કલાકારોની કલાને જીવંત રાખવા લુપ્ત થતી જતી કલાની જાળવણી, સાચવણી અને વિકાસ માટે પરંપરાગત આદિજાતિ લોક નૃત્યો રજુ કરવા આદિજાતિ લોક કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સને ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષે રૂ.૧૦.૦૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

Back to Top