અમારા વિષે

સાહસિક પ્રવૃતિઓ

સરકારી ખર્ચે તાલીમ કોર્ષ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ / પંડીત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ

 • એડવેન્ચર કોર્ષ
  ધોરણ – ૫ પાસ કરેલ હોય અને ૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે આ શિબિર વાર્ષિક કાર્યક્રમ મુજબ ૭ દિવસ માટે યોજાય છે.
 • બેઝીક કોર્ષ
  ધોરણ – ૭ પાસ અને ૧૪ થી ૪૫ વર્ષના હોય અને ખડક ચઢાણનો બેઝીક કોર્ષ સફળતા પુર્વક પુર્ણ કર્યો હોય તેવા યુવક-યુવતીઓને ૧૦ દિવસ આ શિબિરમાં ભાગ લઇ શકે છે.
 • એડવાન્સ કોર્ષ
  ધોરણ – ૮ પાસ અને ૧૫ થી ૪૫ વર્ષના હોય અને ખડક ચઢાણ બેઝીક કોર્ષ સફળતા પુર્વક પૂર્ણ કરેલ હોય તેવા યુવક – યુવતીઓ ૧૫ દિવસની આ શિબિરમાં ભાગ લઇ શકે છે.
 • કોચીંગ કોર્ષ
  ધોરણ – ૧૦ પાસ અને બેઝીક અને એડવાનસ કોર્ષ કરેલ હોય તેવા ૧૮ થી ૪૫ વર્ષના યુવક – યુવતીઓને ૩૦ દિવસ માટેની આ શિબિરમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે.
 • આર્ટીફીશિયલ રોકક્લાઇમ્બીંગ કોર્ષ
  કોચીંગ કોર્ષ એ-બી ગ્રેડમાં પૂર્ણ કરનાર ૧૮ થી ૪૫ વર્ષના તાલીમાર્થીઓને ૧૦ દિવસ માટેની આ શિબિરમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

હિમાલય વિસ્તાર ટ્રેકિંગ તથા શિખર આરોહણ અને ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં ટ્રેકિંગ

 • ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં પરિભ્રમણ
  ધોરણ – ૧૦ પાસ અને ૧૮ થી ૪૫ વર્ષના યુવક – યુવતિઓ કે જેઓએ એ-બી ગ્રેડમાં એડવાન્સ કોર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તાલીમાર્થિઓને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
 • હિમાલય વિસ્તારમાં પરિભ્રમણ
  ધોરણ – ૧૦ પાસ અને ૧૮ થી ૪૫ વર્ષના યુવક – યુવતીઓ કે જેઓએ એ-બી ગ્રેડમાં કોચીંગ કોર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તાલીમાર્થિઓને મનાલી, ઉત્તરકાશી, દાર્જિલીંગ ખાતે ૧૫ દિવસ માટેના આ પરિભ્રમણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે.
 • શિખર આરોહણ (હિમાલય વિસ્તારમાં)
  ૧૮ થી ૪૫ વર્ષના યુવક – યુવતીઓ કે જેઓ મનાલી, ઉત્તરકાશી, દાર્જિલીંગ ખાતે બરફ ચઢાણ બેઝીકકોર્ષ અને એડવાન્સ કોર્ષ કરેલ હોય તેવા ગુજરાતના સાહસિકોની પસંદગી કરી હિમાલય વિસ્તારમાં શિખર આરોહણ માટે મોકલવામાં આવે છે.

માનદ ઇન્સ્ટ્રક્ટરોને માનદ પુરસ્કાર

દૈનિક રૂ.૨૦૦/- પ્રમાણે માનદ પુરસ્કાર તથા ભોજન ભથ્થું તથા પ્રવાસ ખર્ચ તથા આઇસ એન્ડ સ્નો બેઝિક એન્ડ એડવાન્સ કોર્ષ તાલીમ ફી તથા પ્રવાસ ખર્ચ પેટે આર્થિક સહાય ચુકવવામા આવે છે.

 • માનદ ઇન્સ્ટ્રક્ટરોને ભોજન ભથ્થું (બિન સરકારી બેઝિક કોર્ષ)
  પર્વતારોહણ સંસ્થા / કેન્દ્ર ખાતે કાયમી ન્સ્ટ્રક્ટરોની સંખ્યા ઘણી ઓછી હોય પર્વતારોહણના કોર્ષ દરમ્યાન માનદ ઇન્સ્ટ્રક્ટરોની માનદ સેવાઓ લેવામાં આવે છે. જે બદલ ભોજન ભથ્થું તથા પ્રવાસ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
 • આઇસ એન્ડ સ્નો બેઝીક એન્ડ એડવાન્સ કોર્ષ
  મનાલી, ઉત્તરકાશી, દાર્જિલીંગ ખાતે આ કોર્ષ યોજાય છે. આ ત્રણેય સંસ્થાઓ આઇ.એમ.એફ. દ્વારા માન્ય સંસ્થાઓ હોય ગુજરાતના સાહસિકો આ સંસ્થાઓમાં કોર્ષ કરવા માટે પ્રવેશ મેળવે તેવા સાહસવીરોને પ્રવાસખર્ચ તથા તાલીમ ફીનો ખર્ચ ચુકવવામાં આવે છે.

રાજ્ય પર્વતારોહણ એવોર્ડ

પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર સાહસિક ઉમેદવારને દર વર્ષે રાજ્ય પર્વતારોહણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં ૭૦૦૦ મીટરની ઉંચાઇ એક વાર અને ૬૦૦૦ મીટર કે તેથી વધુ ઉંચાઇ બે વાર સર કરનાર પ્રત્યેકને રૂ.૨૫,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, સ્મૃતી ચિન્હઅને પ્રમાણપત્ર પ્રતિવર્ષ એનાયત કરવામાં આવે છે.

Back to Top